તે ટિકિટ લાવ્યો છે.
વેદસાહેબનો પત્ર છે.
કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો.
નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો.
પહેલા વાક્યમાં ટિકિટ વિશેની, બીજામાં પત્ર વિશેની, ત્રીજામાં કાગળ વિશેની, ચોથામાં નિરંજન વિશેની વાત છે. તે શબ્દો કોઈ પદાર્થ, વ્યક્તિ વગેરેને સૂચવે છે.
ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન, રવિવાર વગેરે નામો છે. વ્યક્તિ, પદાર્થ, વસ્તુ વગેરેની ઓળખ માટેના શબ્દને ‘નામ' કહે છે.
આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે. એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામો હોઈ શકે. કારણ કે એમાં ઘણી વ્યક્તિઓ કે પદાર્થોની વાત કરવામાં આવી છે.