ગુજરાતીમાં વચન બે છે : એકવચન અને બહુવચન(અનેકવચન). એક વસ્તુ છે એવું સમજાય એટલે એકવચન અને એકથી વધારે વસ્તુ છે એવું સમજાય એટલે બહુવચન કે અનેકવચન.
દા.ત. ગાય, ઘોડો, પંખો, ઝાડવું, આંગળી, ખેતર, પેન્સિલ વગેરેથી તે વસ્તુ એક જ છે એમ સમજાય છે એટલે તે નામ એકવચન નામ કહેવાય.
બહુવચન દર્શાવવા મોટાભાગે નામને ‘આ’, 'આં’ કે ‘ઓ’ લગાડવું પડે છે.
જ્યારે ગાય- ગાયો, ઘોડો - ઘોડા, પંખો-પંખા, ઝાડવું – ઝાડવાં, ખેતર- ખેતરો, રોગ - રોગો -'આ', 'આં' કે 'ઓ' લગાડતાં વસ્તુ એકથી વધારે છે એવું સમજાય છે એટલે આ નામ બહુવચન કહેવાય છે.
હા, કેટલીક સંજ્ઞાઓ એકવચન અને બહુવચનમાં સરખી જ લખાય છે.
દા.ત., ઘર-ઘર, ઘઉં-ઘઉં, ગુલાબ-ગુલાબ, ગુણ-ગુણ, લિટર-લિટર, ધી-ઘી, વાળ-વાળ વગેરે.
આવી સંજ્ઞાઓનું બહુવચન કરતાં તેની આગળ સંખ્યાદર્શક અંકો, માપના એકમો કે પ્રમાણસૂચક વિશેષણો લગાડીને બહુવચન બનાવાય છે. દા.ત.,
પાંચ ઘર, દસ કિલો ઘઉં, ત્રણ લિટર દૂધ, ચાર ગુણ ચોખા, ઘણો પવન વગેરે.