નીચેના શબ્દો જુઓ :
ઠીંગણું બાળક, અનાથ બાળા, કાટવાળો સિક્કો, કાળી ગાય, પાંચ કબૂતર, ગરમ દૂધ, મોટી પેન્સિલ, ફાટેલું પહેરણ.
ઉપરના શબ્દોમાં વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવે છે તે શબ્દ નામ છે. બાળક, બાળા, સિક્કો, ગાય, કબૂતર, દૂધ, પેન્સિલ અને પહેરણ આ શબ્દો નામ છે.
જે શબ્દ નામના આકાર, રંગ, કદ, ઊંચાઈ, ગુણ, સંખ્યા વગેરેની વિશેષતા બતાવે છે તે શબ્દ વિશેષણ છે. બાળક કેવું? ઠીંગણું, બાળા કેવી? અનાથ, સિક્કો કેવો? કાટવાળો, ગાય કેવી? કાળી, કબૂતર કેટલાં? પાંચ, દૂધ કેવું? ગરમ, પહેરણ કેવું? ફાટેલું વગેરે.
અહીં ઠીંગણું, અનાથ, કાટવાળો, કાળી, પાંચ, ગરમ, મોટી, ફાટેલું - આ શબ્દો વિશેષણ છે.
તું અણીવાળી પેન્સિલથી લખે છે. (કેવી પેન્સિલ?)
વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના. (કેવું પાણી?)
કીત સુંદર અક્ષરે લખે છે? (કેવા અક્ષરે?)
ઉપરના વાક્યોમાં ઘાટા શબ્દો વિશેષણો છે.
વિશેષણ અને વિશેષ્ય
હવે અહીં વપરાયેલાં વિશેષણો અને વિશેષ્યો જુઓ :
ભીની માટી
નવી પેન્સિલ
સારા અક્ષર
મોંઘી નોટ
નવું માટલું
લીસાં પાનાં
લાંબો ચોટલો
ડાહ્યો વિદ્યાર્થી
નીચે લીટી દોરેલા શબ્દો વિશેષણો છે. માટી કેવી? અક્ષર કેવા? વગેરે પ્રશ્નો પૂછતાં જે જવાબ મળે તે વિશેષણ. વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તે શબ્દ એટલે વિશેષ્ય. માટી, અલર, માટલું વગેરે વિશેષ્ય છે.